ડુંગળી પકવતા ખેડૂતોને ડુંગળીના પુરતા ભાવ મળતા ન હોય જેને કારણે રોશની લાગણી છવાઈ છે. ડુંગળીનું વાવેતર કર્યા બાદ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
જામનગર જિલ્લાના બજરંગપુર ગામે ખેડૂતે ડુંગળીનું વાવેતર કર્યા બાદ ગોંડલ યાર્ડમાં ડુંગળી વેંચાણ અર્થે મુકી હતી જેમાં ખેડૂતને ડુંગળીનો એક મણનો ભાવ રૂા.31 મળ્યો હતો. ચાર દાગીના ડુંગળી હોય ખેડૂતને માત્ર રૂા.257 ની આવક થઈ હતી. જ્યારે યાર્ડ સુધી ડુંગળી પહોંચાડવાનો ખર્ચ રૂા.247 થયો હતો. આમ ખેડૂતને ડુંગળીમાં માત્ર રૂા.10 ની આવક થઈ હતી. જેના પરિણામે ડુંગળી પકવતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.