જામનગર શહેરના દિ.પ્લોટ 49 માં નેહરુનગર શંકરટેકરી શેરી નં.6 માં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન 16 શખ્સોને રૂા.1,14,000 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની એલસીબીના હેકો ભગીરથસિંહ સરવૈયા અને પો.કો. યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે રેઈડ દરમિયાન તુલસી મોહન ગોહિલ, કિરણકુમાર મોહન ગોહિલ, ગોપાલ હીરા રામાણી, મહેન્દ્ર કિશોર રાઠોડ, વાલજી લાલજી સોલંકી, કમલેશ ઉર્ફે કાનો જયંતી પરમાર, સાગર અમરશી સોલંકી, હિતેશ કાંતિ રાઠોડ, રમેશ મુળજી સીંગરખીયા, નટવર માધા ચૌહાણ, ભરત શ્યામજી રાઠોડ, હિતેશ પ્રેમજી ધવડ, પ્રહલાદ ઉર્ફે કારો મુકેશ ગોહિલ, ગીરધર હરીશ ડાભી, દિનેશ નાથા સીંગરખીયા, પ્રકાશ મગન ગોહિલ સહિતના 16 શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.1,14,000 ની રોકડ રકમ અને ગંજીપના સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.