Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં બે જુગાર દરોડામાં બે મહિલા સહિત 15 શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાં બે જુગાર દરોડામાં બે મહિલા સહિત 15 શખ્સ ઝડપાયા

સુભાષપરામાંથી તીનપતી રમતા બે મહિલા 7 શખ્સ ઝબ્બે : સાયોના શેરીમાંથી જુગાર રમતાં 8 શખ્સ ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરા શેરી નં.રમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં બે મહિલા સહિત 7 શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 15560ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ગોકુલનગરમાં સાયોના શેરીમાંથી તીનપતીનો જુગાર રમતા 8 શખ્સોને પોલીસે રૂા. 14730ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તરમાં આવેલાં સુભાષ પરા શેરી નં.રના છેડે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી સી ડિવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન આફ્રિદી મહેબુબ દરજાદા, જીતેન્દ્ર રમેશ સિહોરા, યુનુસ ઇસ્માઇલ બ્લોચ, સુરેશ મોહનલાલ રાજપાલ, બસીર અબ્બાસ બાબવાણી અને બે મહિલા સહિત સાત શખ્સોને રૂા. 15560ની રોકડ રકમ અને ગંજીપાના સાથે ઝડપી લીધા હતા.

જામનગર શહેરના ગોકુલનગર સાયોના શેરી વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં સ્થળે સીટી સી ડિવીઝન પોલીસે રેઇડ દરમ્યાન જીતેન્દ્ર લજજારામ કાછી, મુન્નાલાલ દયારામસિંહ કાશી, પ્રદ્યુમન મહેન્દ્રસિંહ કાશી, રામબાબુ સત્રોહન કાશી, સંજયકુમાર રામકિશોર રાઠોડ, સત્યેન્દ્રકુમાર ઉજાગરલાલ રાઠોડ, રાજેશ ઉદલસિંહ કાશી, કૃષ્ણમોરારી બાબુલાલ કાશી નામના 8 શખ્સોને રૂા. 14730ની રોકડ રકમ અને ગંજીપાના સાથે ઝડપી લઇ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular