જામનગર મહાનગર પાલિકાની મિલ્કતવેરા શાખા દ્વારા બાકી મિલ્કતવેરાની વસુલાત કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે છેલ્લા બે દિવસમાં 54 આસામીઓ પાસેથી અંદાજિત 15 લાખ જેટલી વેરા વસુલાત કામગીરી કરવામાં આવી હતી.
જેમાં વોર્ડ નં.5 માં 7 આસામીઓ પાસેથી રૂ.1,00,945/-, વોર્ડ નં.10 માં 4 આસામીઓ પાસેથી રૂ.45,685/-, વોર્ડ નં.13 માં 6 આસામીઓ પાસેથી રૂ.84,515/-, વોર્ડ નં.14 માં 1 આસામી પાસેથી રૂ.10,000/-, વોર્ડ નં.17 માં 6 આસામીઓ પાસેથી રૂ.1,30,483/-અને વોર્ડ નં.19 માં 2 આસામીઓ પાસેથી રૂ.22,720/- સહિત કુલ-26 આસામીઓ પાસેથી કુલ રૂ.3,94,348/-ની વસુલાત કરવામાં આવી હતી.
તેમજ બીજા દિવસે વોર્ડ નં.2 માં 2 આસામીઓ પાસેથી રૂ.2,28,090/-, વોર્ડ નં.4 માં 1 (એક) આસામી પાસેથી રૂ.90,680/-, વોર્ડ નં.5 માં 9 આસામીઓ પાસેથી રૂ.1,70,469/-, વોર્ડ નં.8 માં 2 આસામીઓ પાસેથી રૂ.51,839/-, વોર્ડ નં.11 માં 1 આસામી પાસેથી રૂ.21,949/-, વોર્ડ નં.12 માં 1 આસામી પાસેથી રૂ.39,520/-, વોર્ડ નં.13 માં 5 આસામીઓ પાસેથી રૂ.79,031/-, વોર્ડ નં.14 માં 1 આસામીઓ પાસેથી રૂ.17,900/-, વોર્ડ નં.15 માં 5 આસામીઓ પાસેથી રૂ.4,42,159/- અને વોર્ડ નં.17 માં 1 આસામી પાસેથી રૂ.18,257/- સહિત કુલ-28 આસામીઓ પાસેથી કુલ રૂ.11,59,894/-ની વસુલાત કરવામાં આવી હતી.