Tuesday, December 3, 2024
Homeરાજ્યજામનગરશહેરમાં 18 ધંધાર્થીઓ પાસેથી 16 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરતું જામ્યુકો

શહેરમાં 18 ધંધાર્થીઓ પાસેથી 16 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરતું જામ્યુકો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા 120 માઇક્રોન સુધીના પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ દરમ્યાન 18 ધંધાર્થીઓ પાસેથી 16 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂા. 7750નો દંડ વસુલવામાં આવ્યો હતો.

- Advertisement -

પર્યાવરણ માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલે 1ર0 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય, આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા 1ર0 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા ચાર ટીમો મારફત કડક ઝુબેંશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોના કુલ-18 ધંધાર્થી /વેપારીઓ પાસેથી 16 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, તેમજ રૂા.7,750/- નો દંડ વસુલ લેવામાં આવ્યો હતો.

આગામી સમયમાં આ ઝુબેંશ વધુ સઘન બનાવી જપ્તીકરણ / દંડનાત્મક કાર્યવાહી ઉપરાંત ડીફોલ્ડરોની મિલ્કતો સીઝ કરી, ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની દરેક વેપારીઓ / વિક્રેતાઓ / ધંધાર્થીઓ / દુકાન ધારકોને જામનગર મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular