Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયએક સપ્તાહમાં 15 લાખ લોકોએ કર્યા ‘બાલક રામ’ના દર્શન

એક સપ્તાહમાં 15 લાખ લોકોએ કર્યા ‘બાલક રામ’ના દર્શન

યુવાનોમાં હવે રામલલ્લાના ટેટુનો નવો ક્રેઝ

- Advertisement -

અત્રે ભવ્ય મંદિરમાં બાલક રામના દર્શન માટે દેશના ખુણે ખુણામાંથી લાખો શ્રદ્ધાળુઓનો પ્રવાહ ચાલુ છે. 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ અત્યાર સુધીમાં લગભગ 15 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ બાલક રામના દર્શન કરી લીધા છે. કમિશ્નર ગૌરવ દયાલ, આઈજી પ્રવિણકુમાર અને ડીએમ નીતિશકુમારે શનિવારે રામમંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. કમિશ્નરે જણાવ્યું હતું કે, રોજના લગભગ બે થી અઢી લાખ લોકો રામમંદિરમાં દર્શન માટે પહોંચી રહ્યા છે. પહેલા જયાં એક સાથે ભીડ મંદિરમાં પ્રવેશ કરતી હતી. હવે તેમાં પણ ફેરફાર થયો છે. હવે લોકો ગ્રુપમાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. આગળ પણ આ ક્રમ ચાલુ રહેવાની આશા છે. બાલક રામના દર્શન માટે શ્રદ્ધાળુઓની જિદને જોતા મંદિર ટ્રસ્ટે બાલક રામની આરતી અને દર્શનનો સમય વધારી દીધો છે.

- Advertisement -

યુવાનોમાં હવે રામલલ્લાના ટેટુનો નવો ક્રેઝ

છેલ્લા કેટલાક દિવસોથી, રામ મંદિરની ભવ્યતા મીડિયા પર છવાયેલ છે.રામલલ્લાના મંદિરની તમામ તસવીરો અને રામલલ્લાની પ્રતિમાની સુંદરતા દરેકનું મન મોહી લે છે. તેની અસર યુવાનો પર પણ જોવા મળી રહી છે. ખરેખર, યુવાનોને ટેટૂ કરાવવાનો ખૂબ શોખ છે અને હવે ટેટૂની ડિઝાઇનમાં રામ મંદિર અને ભગવાન રામ યુવાનોની પસંદગી બની ગયા છે.

- Advertisement -

એમાં કોઈ શંકા નથી કે રામ મંદિરને આટલું ભવ્ય રૂપ આપતાં ઘણાં વર્ષો લાગ્યાં છે, પરંતુ ભવ્યતા એવી છે કે મંદિરે ફેશનના ક્ષેત્રમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. જો આપણે ટેટૂ બનાવનારાઓની વાત કરીએ તો આજે ઘણા યુવાનો મંદિર અને શ્રી રામના ટેટૂ કરાવવાની માંગ કરી રહ્યા છે. જે રીતે અયોધ્યા રામ મંદિર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે, તેની અસર કામ પર પણ જોવા મળી રહી છે.તેમને રામ મંદિરનું મોડલ ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular