Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયયુક્રેનમાં શાંતિ સ્થાપવા યુએનમાં 141 દેશોએ કર્યો પ્રસ્તાવ

યુક્રેનમાં શાંતિ સ્થાપવા યુએનમાં 141 દેશોએ કર્યો પ્રસ્તાવ

ભારત સહિત 32 સભ્ય દેશો મતદાનથી દૂર રહ્યા

- Advertisement -

યુક્રેન પર રશિયાના હુમલાને એક વર્ષ પૂરૂં થાય તે પહેલાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આ યુદ્ધને અટકાવવા માટે પ્રસ્તાવ લવાયો હતો. આ પ્રસ્તાવને ભારે બહુમતથી પસાર કરાયો હતો. તેમાં રશિયા સમક્ષ યુક્રેનમાં દુશ્મનાવટનો અંત લાવવા અને તાત્કાલિક ધોરણે સૈન્યને પાછું બોલાવી લેવા અપીલ કરાઈ હતી.

- Advertisement -

193 સભ્યો ધરાવતી યુએનજીએમાં મતદાન દરમિયાન 141 સભ્ય દેશોએ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું. જ્યારે 7 સભ્ય દેશોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. જોકે મતદાન દરમિયાન 32 સભ્ય દેશો ગેરહાજર રહ્યા હતા જેમાં ભારત અને ચીન પણ સામેલ હતા. રશિયા, બેલારૂસ, ઉ.કોરિયા, ઈરીટ્રિયા, માલી, નિકારાગુઆ અને સીરિયા આ પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કરનારા દેશોમાં સામેલ હતા. આ પ્રસ્તાવમાં બને તેટલી ઉતાવળે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના સિદ્ધાંત અનુસાર યુક્રેનમાં એક વ્યાપક, ન્યાયસંગત અને કાયમી શાંતિ સ્થાપિત કરવાને રેખાંકિત કરાયું. પ્રસ્તાવમાં રાજદ્વારી પ્રયાસો માટે સમર્થનને બમણું કરવા માટે સભ્ય રાજ્યો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને પણ બોલવાયા હતા. આ પ્રસ્તાવે યુક્રેનની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતા માટે સમર્થનની પુષ્ટી કરી અને દેશના કોઈપણ ભાગ પર રશિયાના દાવાને ફગાવી દીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular