છોટી કાશી તરીકે પ્રખ્યાત જામનગરના પ્રસિધ્ધ એવા શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો 130માં વર્ષમાં મંગલ પ્રવેશ દિન નિમિતે ધ્વજા આરોહણ, રૂદ્રાભિષેક પૂજા, અન્નકોટ દર્શન, દીપમાળા દર્શન અને મહાઆરતીનું મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક ઉત્સવ તા.25-4-2023ને મંગળવાના રોજ શ્રી કાશી વિશ્વનાથ મંદિર જામનગર ખાતે યોજાયો હતો. જે અંતર્ગત ગઇકાલે સવારે 10-30 કલાકે ધ્વજારોહણ, સવારે 11-30 કલાકે રૂદ્રાભિષેક, અન્નકોટ સાંજે 5-30 કલાકે તેમજ દીપમાળા અને મહાઆરતી સાંજે 7-30 કલાકે કરવામાં આવી હતી. તમામ દર્શનાથીઓ અને ભક્તજનો એ આ પવિત્ર-પાવન અને આધ્યાત્મિક પ્રસંગ માણ્યો હતો અને મહાપ્રસાદનો પણ ભકતજનોએ લાભ લીધો હતો.