બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામની સિમમાં ખાનગી કંપનીના વિજપોલ પડી જવાથી અંદાજે 12 જેટલાં ધેટાઓના મોત નિપનયા હતાં. આ ઘટના સમયે પશુપાલક તેના ધેટા અને અન્ય પશુઓ આ વિસ્તારમાં ચરાવતો હતો. તે દરમ્યાન વિજપોલ પડતાં ધેટાઓના મોત નિપજયા હતાં. જોકે, સદનસીબે પશુપાલકનો બચાવ થયો હતો.