Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારદેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોળી પર્વમાં 108 એમ્બ્યુલન્સ અવિરત રીતે સેવામાં

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોળી પર્વમાં 108 એમ્બ્યુલન્સ અવિરત રીતે સેવામાં

11 એમ્બ્યુલન્સ દ્વારા ઈમરજન્સીમાં અપાતી સારવાર

- Advertisement -

રાજ્યમાં હાલ હોળી અને ધૂળેટીના પર્વ દરમિયાન અકસ્માત, હિટ સ્ટ્રોક, હાર્ટ એટેક અને બેભાન થઇ જવા જેવા કેસોમાં વધારો થતો જોવા મળે છે.

- Advertisement -

જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલીને દ્વારકા જતા પદયાત્રીઓમાં આવા બનાવ મોટી સંખ્યામાં જ બનતા જોવા મળી રહ્યા છે. આવા કિસ્સાઓમાં સૌથી વધારે યાત્રીઓ બેભાન થવાના તેમજ અકસ્માત અને હિટ સ્ટ્રોક સાથે ફૂડ પોઈઝનિંગના કેસો નોંધાઈ રહ્યા છે. આવા તમામ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા જિલ્લામાં 11 જેટલી 108 એમ્બ્યુલન્સ સાથે 108 નાં અધિકારી દિપક ધ્રાણા સાથે 50 જેટલો સ્ટાફ ખડેપગે આ સેવાકાર્યમાં રહ્યો છે. જેના માટે 108 ના પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની 108 ટીમની કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular