જામનગરના કુંભારવાડા વિસ્તારમાં મકાનમાંથી સીટી એ પોલીસે 101 નંગ દારૂની બોટલો ઝડપી લીધી હતી. રેઇડ દરમ્યાન આરોપી હાજર ન હોય શોધખોળ હાથ ધરી હતી. ધ્રોલ નજીક અની હોટલ નજીકથી પસાર થતાં એક શખસને પોલીસે 80 નંગ દારૂના ચપટા સાથે ઝડપી લીધો હતો. ધરમપુર ગામના પાટિયા પાસેથી પોલીસે એક શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. જામનગરના એમ્ઝયુમેન્ટ પાર્ક નજીકથી પોલીસે એક શખ્સને 3 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના ભોયવાડા અંદર નવો કુંભારવાડો વિસ્તારમાં મયુર ઉર્ફે લકકી નરોત્તમ મંડલી નામના શખ્સએ તેની ઓરડીમાં દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો હોવાની બાતમીના આધારે સીટી એ પોલીસે રેઇડ દરમ્યાન કુલ રૂપિયા 50,500ની કિંમતની 101 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી લીધી હતી. રેઇડ દરમ્યાન આરોપી હાજર ન હોય પોલીસે મયુર ઉર્ફે લકકી નરોતમ મંડલી વિરૂધ્ધ ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
બીજો દરોડો જામનગર-ધ્રોલ હાઇવે પર અની હોટલ નજીકથી ધ્રોલ પોલીસે ઉપેન્દ્ર રમેશ ચાંદ્રા નામના શખ્સને આંતરી તલાશી લેતા રૂપિયા 8000ની કિંમતના 80 નંગ દારૂના ચપટા સાથે ઝડપી લીધો હતો. અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો લાલપુર તાલુકાના ધરમપુર ગામના પાટિયા પાસેથી લાલપુર પોલીસે રૂપિયા 500ની કિંમતની એક નંગ દારૂની બોટલ ઝડપી લીધી હતી અને નીતિ મહેશ રાઠોડ નામના શખસની શોધખોળ હાથ ધરી હતી.
ચોથો દરોડો સીટી સી પોલીસે જામનગર શહેરના એમ્ઝયુમેન્ટના પાર્કના મેઇન ગેઇટની સામેની સાઇડના રોડ પરથી સુરેન્દ્રસિંહ ઉર્ફે સૂર્યો નવલસિંહ જેઠવા નામના શખ્સને રૂપિયા 300ની કિંમતની 3 નંગ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. આ કેસમાં સપ્લાયર તરીકે શકિતસિંહ ઉર્ફે જીગી અજીતસિંહ કંચવાનું નામ ખુલતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.


