Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરહાપા સ્થિત જલારામ મંદિરમાં મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં 1000 કિલો શાકભાજી ધરાવાયા -...

હાપા સ્થિત જલારામ મંદિરમાં મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં 1000 કિલો શાકભાજી ધરાવાયા – VIDEO

જામનગર નજીક હાપા સ્થિત શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ અને જલારામ સેવા સમિતિ ઉપરાંત મંગળા વિઠલેશ ગૌશાળાના સંયુક્ત પ્રયાસોથી ગઈકાલે હાપાના જલારામ મંદિરે ગૌશાળામાં ગાય માતા માટે 1000 કિલો લીલોતરી શાકભાજીનો ભોગ ધરાવાયો હતો.

- Advertisement -

મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં 55 જેટલી ગાયો આવેલી છે. જ્યાં ગઈકાલે સાંજે 7 વાગ્યે ગૌ-ભક્તો દ્વારા જુદા જુદા લીલોતરીના શાકભાજી કે જે 1000 કિલો એકત્ર કરી અને ગાય માતાને ભોગ ધરાવ્યો હતો. જેમાં જામનગર શહેરના ગૌ-ભક્તો જોડાયા હતા અને પોતાના હાથે ગૌ-માતાને લીલોતરી શાકભાજી ખવડાવી ગૌ-માતાની સેવા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular