ભારતમાં કોરોના મહામારીનો કહેર અવિરત રહ્યો હતો. આ મહામારી સામે રક્ષણ મેળવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વેકિસનેશનને અગ્રિમતા આપી 100 કરોડ દેશવાસીઓને વેકિસન આપવામાં આવી હતી. આ ઐતિહાસિક સિધ્ધીની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી.
જેમાં જામનગર શહેરમાં ભાજપા યુવા મોરચા દ્વારા આજે સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા 100 નો અંક બનાવી ઉજવણી કરવામાં આવી હતી.
ભારત દેશમાં કોરોના વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર થઈ ગયો છે અને આ ઐતિહાસિક સિદ્ધીની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. આ તબ્બકે જામનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે વિધાર્થીઓને અનુશાષિત કરી હારબંધ ઉભા રાખી તેઓ દ્વારા 100 નો આંકડો બનાવી અભિવાદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, પૂર્વમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, મેયર બીનાબેન કોઠારી, ડે મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, દંડક કેતન ગોશરાણી, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યાની યુવા મોરચાનાના પ્રમુખ દિલીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતાં તેમજ અલ્કાબા જાડેજા, કમલાબેન કટારિયા, મહામંત્રી ચિંતન ચોવટિયા, વિરલ બારડ, વોર્ડ નં.3 ના ભાજપા પ્રમુખ નરેશભાઈ ગઢવી, મહામંત્રી નગીનભાઈ ખીરસરિયા, ભૌમિક છાપીયા, ઉપપ્રમુખ યતિન પંડયા, જયદિપસિંહ ઝાલા, દુષ્યંતભાઈ સોલંકી, સિધ્ધાર્થ કટારમલ, વિપુલ ધવડ, ધવલ મંગે, કર્મ ઢેબર, ચિરાગ અસવાર, ભાર્ગવભાઈ ઠાકર સહિતના હોદ્ેદારો અને સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલના પ્રિન્સીપાલ રેવ. ફાધર સજી મેથ્યુ, વાઈસ પ્રિન્સીપાલ રેવ. ફાધર જીલ્સન, શિક્ષક દુષ્યંત હોમર, વિનોદ દલસાણિયા અને વકતા જયશ્રીબેન સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.