Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગર શહેરમાં 10 કલાકમાં 10 ઇંચ વરસાદ

Video : જામનગર શહેરમાં 10 કલાકમાં 10 ઇંચ વરસાદ

જામનગર શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ : 10 કલાકમાં 10 ઇંચ વરસાદ : મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ : જોડિયામાં પોણા છ અને ધ્રોલમાં 4 ઇંચ વરસાદ : રણજીતસાગર, સસોઇ, આજી-3, ઉંડ-1 ડેમમાં નવા નીરની આવક: લાખેણા લાખોટામાં વિપુલ આવક, શહેરીજનો અદ્ભૂત નજારો નિહાળવા

- Advertisement -

જામનગર શહેરમાં રાત્રિના બે વાગ્યાથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સાંબેલાધાર 10 ઇંચ વરસાદ વરસતાં શહેર પાણી-પાણી થઇ ગયું હતું અનેક સ્થળોએ જર્જરીત દિવાલો ધસી પડવાની ઘટનાઓ બની છે. જો કે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.

- Advertisement -

શહેરમાં તથા આજુબાજુના વિસ્તારોમાં વરસેલા વરસાદના કારણે જીવાદોરી સમાન લાખોટા તળાવ, રણજીતસાગર, સસોઇ અને ઉંડ ડેમમાં નવા નીરની આવક થઇ છે. જયારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર યથાવત રહેતાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં સર્વત્ર થયેલી મેઘમહેરથી સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રભરમાં ગઇકાલે રાત્રિથી વરસેલા સાંબેલાધાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા તો કેટલાક સ્થળોએ વાહનો ડૂબ્યા હતા. શહેર જિલ્લામાં સચરાચર મેઘકૃપાથી અનેક જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. તો બીજી તરફ ભારે વરસાદને પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. શહેરમાં પણ અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા. વરસાદને પરિણામે જામનગર શહેરમાં સત્યનારાયણ મંદિર પાસે તેમજ લાખોટા તળાવની અંદર દિવાલ ધરાશાયી હતી. આ ઉપરાંત સત્યમ કોલોની નજીક એક કાર પણ અંડરબ્રીજમાં ફસાઇ હતી.

- Advertisement -

ગુરૂવારની મધ્યરાત્રિથી જામનગર સહિત સમગ્ર રાજયમાં ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો. આ વરસાદ ધીમે-ધીમે જોરપકડયું હતું અને આગાહી મુજબ રાજયમાં ભારે વરસાદ પડવાની શકયતા છે. ત્યારે જામનગર શહેરમાં રાત્રિના ર વાગ્યાથી વિજળીની ચમકારા અને કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. મધ્ર્યરાત્રિથી શરૂ થયેલો વરસાદ લખાય છે ત્યારે 12 વાગ્યા સુધી પણ વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. જામનગર શહેરમાં આજે સવારે 10 થી 12 વાગ્યા સુધીના મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. બે કલાક દરમ્યાન શહેરમાં પાંચ ઇંચ વરસાદ વરસી જતાં મોટાભાગના વિસ્તારો થઇ ગયા હતા. બપોરે 12 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ વરસી ગયો છે અને હાલનું વાતાવરણ જોતાઁ રાત્રિ સુધી વધુ વરસાદ વરસવાની શકયતા છ.ે શહેરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં 2-3 ફૂટ પાણી ભરાઇ ગયા છે. શહેરના પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાઇ જવાની ઘટના દર વર્ષની જેમ આ વર્ષે પણ બની ગઇ છે. તો અમુક સ્થળોએ ભરાયેલા પાણીમાં વાહનો ડૂબી ગયા છે.

શહેરમાં વરસેલા વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઇ ગયા છે. જેમાં નીચાણાવાળા વિસ્તારોમાં કમરડૂબ પાણી ભરાઇ જવાથી વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. શહેરમાં સત્યમ કોલોની અંડરબ્રીજમાં પણ પાણી ભરાઇ ગયા છે. આ અંડરબ્રીજમાંથી પસાર થતી ફોર્ચ્યુન કાર ફસાઇ જતા બંધ પડી ગઇ હતી અને ટોઇંગ વાહન દ્વારા બહાર કાઢવામાં આવી હતી. અને સત્યનાયરાણ મંદિર પાસે તળાવની ફરતી જુનવાણી દિવાલ ધસી પડી હતી. જો કે, સદનસીબે કોઇ ઇજા કે જાનહાનિ થઇ ન હતી. ફાયરવિભાગ દ્વારા દિવાલનો કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જામનગર શહેરમાં રાત્રિના બે વાગ્યાથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ પડી ગયો છે. જયારે તાલુકામાં દરેડમાં પણ પાંચ ઇંચ વરસાદ અને ફલ્લામાં 3 ઇંચ તથા વસઇ, લાખાબાવળ અને મોટીબાણુંગારમાં સવા-સવા ઇંચ પાણી વરસી ગયું છે. જયારે જામવંથલી, મોટીભલસાણ અને અલિયાબાડામાં 1-1 ઇંચ પાણી પડયાના અહેવાલ છે. જોડિયામાં રાત્રિના 10 વાગ્યાથી વિજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જોડિયામાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં પણ પોણા છ ઇંચ આકાશમાંથી પાણી વરસી ગયું છે. જોડિયા ગ્રામ્ય વિસ્તારના આંકડાઓમાં જોઇએ તો સૌથી વધુ પીઠડમાં પોણા છ ઇંચ વરસાદ વરસી ગયો છે જેના કારણે આજુબાજુના ખેતરોમાં તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયું હતું. તેમજ હડિયાણા અને બાલંભામાં 3-3 ઇંચ પાણી આકાશમાંથી વરસી જતાં આજુબાજુના ચેકડેમોમાં નવા નીરની આવક થઇ હતી. લાલપુરમાં છુટાછવાયા સામાન્ય ઝાપટારૂપે પોણો ઇંચ પાણી વરસ્યું હતું. અને ગ્રામ્ય વિસ્તારોમાં હરિપરમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો જયારે મોટા ખડબામાં અડધો ઇંચ તથા ભણગોર, પીપરટોડા અને મોડપરમાં જોરદાર ઝાપટા પડયા હતા.

- Advertisement -

ધ્રોલ ગામમાં ગત રાત્રિના 10 વાગ્યાથી ધીમે ધારે વિજળીના ચમકારા સાથે શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી વરસ્યો હતો જયારે આજે સવારના 12 વાગ્યા સુધીમાં માત્ર જોરદાર ઝાપટા જ નોંધાયા હતા. આજે બપોરે 12 વાગ્યા સુધીના આંકડાઓમાં ધ્રોલમાં 4 ઇંચ પાણી વરસી ગયું છે. જયારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લતીપુરમાં સવા બે ઇંચ, જાલિયાદેવાણી અને લૈયારામાં 1-1 ઇંચ પાણી પડી ગયું છે.

જામજોધપુરમાં છુટોછવાયો ઝાપટારૂપે બે ઇંચ વરસાદ પડયો હતો. અને જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના આંકડા જોઇએ તો હાલારનું ચેરાપુંજી ગણાતા પરડવા ગામમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ વરસી ગયો છે અને ધ્રાફામાં સવા બે ઇંચ અને વાંસજાળિયા, જામવાડી, શેઠવડાળામાં દોઢ-દોઢ ઇંચ પાણી વરસ્યું હતું અને સમાણામાં 1 ઇંચ અને ધુનડામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

કાલાવડમાં રાત્રિના બે વાગ્યાથી ચાર વાાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જો કે, ત્યારબાદથી બપોરના 12 વાગ્યા સુધીમાં છુટાછવાયા ઝાપટારૂપે વધુ એક ઇંચ પાણી વરસાવ્યું હતું. આમ કાલાવડમાં ત્રણ ઇંચ 5ાણી પડી ગયું છે.ગ્રામ્ય વિસ્તારમાં નવા ગામ અને મોટા પાંંચદેવડામાં 3-3 ઇંચ વરસાદ વરસ્યો છે જયારે ભલસાણ બેરાજા, મોટાવડાળા અને ખરેડીમાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડી ગયો છે અને નિકાવામાં ઝાપટું વરસ્યાના અહેવાલ છે. જામનગર જિલ્લામાં બપોરે 12 વાગ્યા સુધીમાં પડેલાં વરસાદના કુલ આંકડાઓમાં જામનગર શહેરમાં પ29 મીમી (21 ઇંચ), જોડિયામાં 296 મીમી, (1ર ઇંચ), ધ્રોલમાં 283 મીમી (11॥ ઇંચ), કાલાવડમાં 322 મીમી (13 ઇંચ), લાલપુર 207 મીમી (8 ઇંચ) અને જામજોધપુર 331 મીમી (13 ઇંચ) વરસાદ વરસ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular