Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયકેનેડામાં ભયાનક છુરાબાજી, 10નાં મોત

કેનેડામાં ભયાનક છુરાબાજી, 10નાં મોત

- Advertisement -

કેનેડાના સસ્કેચવન પ્રાંતમાં મોટો હુમલો થયો છે. ત્યાં ચાકુથી વારાફરતી એક બાદ એક હુમલા થયા છે. આ હુમલામાં 10 લોકોના મોત થઈ ગયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. આ ઘટના સામે આવતાં જ ખળભળાટ મચી ગયો છે.

- Advertisement -

પોલીસે આરોપીઓની શોધખોળમાં દરોડા પાડીને બે શંકાસ્પદ આરોપીઓની તસવીરો પણ જાહેર કરી છે. આ ઘટના કેનેડાના સસ્કેચવન પ્રાંતની છે. કેનેડિયન મીડિયાના અહેવાલો અનુસાર, હુમલો પ્રાંતમાં અલગ-અલગ સ્થળોએ થયો હતો જ્યારે હુમલાખોરોએ ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા. પોલીસનું કહેવું છે કે છરીના હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે અને 15 ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદોની ઓળખ ડેમિયન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસન તરીકે કરવામાં આવી છે. તેમને શોધવા માટે રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular