Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાનાર શ્રાવણી મેળા માટે ભાડા પેટે તંત્રને 1.67 કરોડની આવક

પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાનાર શ્રાવણી મેળા માટે ભાડા પેટે તંત્રને 1.67 કરોડની આવક

મશીન મનોરંજન, ફૂડ ઝોન સહિત સાત પ્રકારના પ્લોટ માટે ટેન્ડરો મગાવાયા હતા: કોરોનાકાળ બાદ ત્રણ વર્ષે યોજાશે લોકમેળા

- Advertisement -

કોરોનાકાળ બાદ આ વર્ષે જામનગર શહેરમાં લોકમેળા યોજવા જામનગર મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2019 બાદ આ વર્ષે પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો યોજાઇ રહ્યો છે. ત્યારે ગઇકાલે શ્રાવણી મેળાના ધંધાર્થીઓને પ્લોટ ભાડે આપવા માટે ટેન્ડર ખોલવામાં આવ્યા હતાં. જેમાં પ્રદર્શન મેદાનમાં યોજાનાર શ્રાવણી મેળા માટે તંત્રને 1.67 કરોડની જંગી આવક થઇ છે. નદીના પટ્ટના મેળાનું ટેન્ડર એક જ પાર્ટી આપવામાં આવશે. જે આજરોજ ખુલશે.

- Advertisement -

આગામી શ્રાવણ માસ દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તેમજ નદીના પટ્ટમાં લોકમેળો યોજવા જામનગર મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેના ભાગરુપે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનાર લોકમેળા માટે વિવિધ રાઇડ્સ બાળ મનોરંજનના સાધનો, રમકડા, ખાણીપીણી સહિતના ધંધાર્થીઓ માટે પ્લોટની ફાળવણી માટે તંત્ર દ્વારા ટેન્ડરો મગાવવામાં આવ્યા હતાં. જે ગઇકાલે ટાઉનહોલ સેલર ખાતે એસ્ટેટ વિભાગના અધિકારી નીતિનભાઇ દિક્ષીત ટેન્ડર કમિટીના સભ્ય કુસુમબેન પંડયા, સુભાષભાઇ જોશી, જયરાજસિંહ જાડેજા, અરવિંદભાઇ સભાયા અને ટેન્ડર ભરનાર ધંધાર્થીઓની ઉપસ્થિતિમાં ખોલવામાં આવ્યા હતાં. જેમાં જામ્યુકોના તંત્રને 1,67,33,163ની આવક થઇ હતી.

આ ઉપરાંત તંત્ર દ્વારા નદીના પટ્ટમાં નાગેશ્ર્વર જતા રસ્તે પણ શ્રાવણી મેળાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં એક જ પાર્ટી હસ્તક યોજવા ઇ-ટેન્ડરીંગ કર્યું છે. જેમાં આજરોજ ટેન્ડર ખોલવામાં આવશે. પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાનાર લોકમેળા માટે સાત પ્રકારના પ્લોટ માટે ટેન્ડરો મગાવવામાં આવ્યા હતાં. જેમાં મશીન મનોરંજનના દશ પ્લોટમાં 97,31,786ની આવક થઇ હતી. આ ઉ5રાંત ચિલ્ડ્રન રાઇડ્સના નવ પ્લોટમાં 23,48,500, હેન્ડરાઇડ્સના તેર પ્લોટમાં 6,28,211ની આવક થઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular