જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને માછીમારી કરતા યુવાને અગમ્યકારણોસર છતના હુકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

બનાવની વિગત મુજબ જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં કેવડા ક્ધ્યા પાઠ સ્કૂલ પાસે રહેતાં અને માછીમારી કરતા અસલભાઈ જુનબભાઈ કેર (ઉ.વ.26) નામનો યુવાન થોડા દિવસથી ગુમસુમ રહેતો હતો તે દરમિયાન રવિવારે સાંજના સમયે તેના ઘરે છતના હુંકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા બનાવ અંગે મૃતકના ભાઇ સમીર દ્વારા જાણ કરાતા 108 ની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને યુવાનને તપાસતા તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો એસ.પી. ચૌહાણ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.