ખંભાળિયા તાલુકાના જે.પી. દેવળીયા ગામે આવેલી વાડી વિસ્તારમાં રહેતા ભીમશીભાઈ નાથાભાઈ ગોજીયા નામના 42 વર્ષના યુવાન શનિવારે પોતાની વાડીએ પાણીની મોટર ચાલુ કરવા જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેમને સારવાર અર્થે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ દેવાભાઈ નાથાભાઈ ગોજીયાએ અહીંની પોલીસને કરી છે.