ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા જેસુરભાઈ દુદાભાઈ ગુજરીયા નામના 35 વર્ષના ચારણ યુવાન ગઈકાલે શુક્રવારે બપોરના સમયે દાતા ગામની સીમમાં ભેંસો ચરાવવા ગયા હતા, ત્યાં અકસ્માતે તળાવના પાણીમાં પડી જવાના કારણે ડૂબી જવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ ભાવકરણભાઈ દુદાભાઈ ગુજરીયાએ અહીંની પોલીસને કરી છે.