Tuesday, June 18, 2024
Homeરાજ્યકુરંગા ગામમાં હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા

કુરંગા ગામમાં હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ખાતે શનિવારે બપોરે અનુસૂચિત જાતિના એક યુવાનની નિર્મમ હત્યાના બનાવે વધુ એક વખત પોલીસતંત્રને દોડતું કરી દીધું છે. આ બનાવ બનતા પોલીસ સ્ટાફ દ્વારા હત્યારાઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા તાલુકાના કુરંગા ગામના એક વાડી વિસ્તારમાં રહેતા વાલાભાઈ રાયમલભાઈ ખીમસુરભાઈ હાથિયા નામના 30 વર્ષના અનુસૂચિત જાતિના એક યુવાનનો મૃતદેહ શનિવારે બપોરે કુરંગા ગામની સીમમાં એક ખેતરના શેઢા પાસેથી મળી આવ્યો હતો.

લોહીલુહાણ હાલતમાં સાંપડેલા વાલાભાઈ હાથીયાના આ મૃતદેહ સંદર્ભે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ અધિકારી ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા દ્વારકાના પીઆઈ પી.બી. ગઢવી તથા પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -

પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ઉપરોક્ત યુવાન ઉપર જીવલેણ હથિયારો વડે કોઈ શખ્સો દ્વારા ઘાતક હુમલો કરી, તેમના માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેમની હત્યા નિપજાવવામાં આવી હતી.

આ સમગ્ર બનાવ અંગે મૃતકના પિતા રાયમલભાઈ ખીમસુરભાઈ હાથીયાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે મનુષ્ય વધની કલમ 302 સહિતનો ગુનો નોંધી વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક યુવાન ટોલટેક્સ ઓફિસમાં નોકરી કરતો હતો. તથા તેને બે સંતાનો હોવાનું પણ જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular