Saturday, January 17, 2026
Homeરાજ્યહાલારભોપલકા ગામના યુવાનનું કૂવામાં ડૂબી જતા અપમૃત્યુ

ભોપલકા ગામના યુવાનનું કૂવામાં ડૂબી જતા અપમૃત્યુ

કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામમાં રહેતો યુવાન કૂવામાં પડી જતાં ડુબી જવાથી તેનું મોત નિપજયું હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે રહેતા પીયુરાજસિંહ અશોકસિંહ જાડેજા નામના એક ગરાસિયા યુવાન શનિવારે મોડી સાંજના સમયે આ જ ગામે રહેતા એક આસામીની વાડીમાં આવેલા કુવામાં ન્હાવા માટે ઉતર્યા હતા. ત્યારે તેઓ કુવાના પાણીમાં ડૂબી જતા આ અંગે સ્થાનિક સરપંચ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર સ્ટાફના જવાનો તાકીદે આ સ્થળે પહોંચી ગયા હતા અને લાંબી જહેમત બાદ પીયુરાજસિંહ જાડેજાનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

આ અંગે અશોકસિંહ પ્રભાતસિંહ જાડેજાએ કલ્યાણપુર પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular