જામનગર શહેરના રવિ પાર્ક વિસ્તારમાં રહેતો અને વાળંદકામ કરતા યુવાનએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગેની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ નજીક આવેલા રવિ પાર્કમાં વસવાટ કરતો અને બેડીમાં વાળંદની દુકાન ચલાવતો યુવાન લલિત ચંદુભાઇ સુરાણી (ઉ.વ.28) નામના વાળંદ યુવાનએ ગુરૂવારે સાંજના સમયે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બેશુદ્ધ હાલતમાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફએ પહોંચી તપાસ હાથ ધરતાં પ્રાથમિક તારણમાં યુવાનએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે વ્યાજખોરો વિરૂઘ્ધ ગુનો નોંધવા તજવીજ આરંભી હતી.


