જામજોધપુર તાલુકાના જામસખપુર ગામની સીમમાં આવેલા ખેતરના પાણી વારવા ગયેલા શ્રમિક યુવાનનું વીજશોકથી મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપૂર જિલ્લાના ખંડાલા ગામનો વતની અને જામજોધપુર તાલુકાના જામસખપુર ગામમાં ખેતરમાં મજૂરી કામ કરતો છગનભાઇ નાનકીયાભાઈ દેવડા (ઉ.વ.32) નામનો યુવાન ગત તા.05 ની રાત્રિના સમય દરમિયાન ખેતરમાં પાણી વારવા ગયો હતો તે દરમિયાન અકસ્માતે વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની મીનાબેન દ્વારા જાણ કરાતા પીઆઈ વાય.જે. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ આરંભી હતી.