લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતાં તરૂણને તેના ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતો સંજય મુળજીભાઈ મકવાણા (ઉ.વ.17) નામનો તરૂણ ગુરૂવારે સાંજના સમયે તેના ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતાં સમયે વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા મુળજીભાઈ દ્વારા જાણ કરાતા હેકો ટી.બી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.