ધ્રોલમાં આવેલા પ્રસિધ્ધ ત્ર્યમ્બકેશ્વર મહાદેવ મંદિરના પુજારી યુવાન ઝાખર ગામ નજીક આવેલી ફુલઝર નદીમાં ન્હાવા પડયા હતાં તે દરમિયાન ડુબી જવાથી મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ ધ્રોલ ગામમાં આવેલા પ્રસિધ્ધ ત્ર્યમ્બકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી સંજયભારથી ગોસાઈ (ઉ.વ.36) નામનો યુવાન પરસોતમ માસ દરમિયાન તેના સાસરે લાલપુર તાલુકાના ઝાખર ગામે જમણવારમાં ગયા હતાં તે દરમિયાન પૂજારી યુવાન રવિવારે સવારના સમયે ગામની સીમમાં આવેલી નદીમાં તેમના મિત્રો તથા સગાવ્હાલાઓ સાથે ન્હાવા ગયા હતાં તે દરમિયાન નદીના પાણીના પ્રવાહમાં ધોધમાં અથડાઈ જવાથી ડુબી ગયા હતાં. આ અંગેની જાણ થતા સ્થાનિક તરવેયાઓ તથા ફાયર વિભાગ દ્વારા નદીમાંથી યુવાનનો મૃતદેહ બહરા કાઢવામાં આવ્યો હતો. આ અંગે રવિ ભારથી ગોસાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.