કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામમાં રહેતો યુવાન તેના ઘરે રસોડામાં ઈલેકટ્રીક બોર્ડની સ્વીચ ચાલુ કરવા જતાં એકાએક લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામે રહેતા નાગાજણભાઈ સોમાભાઈ કુછડીયાના રહેણાંક મકાનમાં આવેલા રસોડામાં રહેલા ગેસનું સિલિન્ડર લીક થવાથી આ રસોડામાં ગેસ ભરાઈ ગયો હતો. અહીં નાગાજણભાઈએ ઇલેક્ટ્રીક બોર્ડમાં લેમ્પની સ્વીચ ચાલુ કરવા જતા એકાએક થયેલા ભડકામાં નાગાજણભાઈ ગંભીર રીતે દાજી ગયા હતા. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની મૃતકના મોટાભાઈ અભયભાઈ સામતભાઈ કુછડીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.