Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરદરેડમાં એસબીઆઇની બેંકની અગાસી પરથી પટકાતા યુવાનનું મોત

દરેડમાં એસબીઆઇની બેંકની અગાસી પરથી પટકાતા યુવાનનું મોત

શુક્રવારે રાત્રીના સમયે અકસ્માતે નીચે પટકાયો : હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તપાસ આરંભી

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેંકની અગાસી પરથી પડી જતાં પરપ્રાંતિય યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ મુળ રાજસ્થાનના નાગોર જિલ્લાના કાલરી ગામનો વતની અને હાલ દરેડ જીઆઇડીસીમાં આવેલી એસબીઆઇ બેંકવાળા બિલ્ડીંગમાં રહેતો અને મિસ્ત્રી કામ કરતો રતનારામ બાલુરામ ચૌધરી (ઉ.વ.42) નામનો જાટ યુવાન ગત તા. 24ના રોજ રાત્રીના સમયે બેંકની અગાસી પરથી અચાનક નીચે પડકાતા શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની ગેનારામ ભગારામ દ્વારા જાણ કરાતાં હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular