Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરશિક્ષણને ધંધો બનાવનાર શાળાઓ સામે યુવક કોંગ્રેસનું આવેદનપત્ર

શિક્ષણને ધંધો બનાવનાર શાળાઓ સામે યુવક કોંગ્રેસનું આવેદનપત્ર

- Advertisement -

જામનગરમાં ઘણી બધી શાળાઓમાં વિદ્યાર્થીઓને ડ્રેસ, પુસ્તકો, સ્ટેશનરી, ચોકકકસ દુકાનેથી ખરીદવા માટે દબાણ કરાઇ છે અને ખાનગી પ્રકાશકના પુસ્તકોનો ઉપયોગ કરે તો જ શાળાને કમિશનો મળે આમ શિક્ષણને ધંધો બનાવી નાખનાર શાળાઓ સામે કાર્યવાહી કરવા જામનગર યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં અનેક શાળાઓએ શિક્ષણની પ્રવૃત્તિને વ્યવસાય બનાવી દીધો છે તેમજ શાળાના વિદ્યાર્થીઓને ડ્રેસ, પુસ્તકો, સ્ટેશનરીઓ ચોકકસ દુકાનેથી ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે. તેમજ નર્સરીના વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર ચાર વર્ષ કરતા પણ નાની હોય છે તેમને પણ પુસ્તકો લેવાનું જણાવવામાં આવે છે તથા ખાનગી પ્રકાશકના પુસ્તકોનો ઉપયોગ શાળામાં ન કરવાનો નિયમ હોવા છતાં મોટાભાગની શાળાઓ ખાનગી પ્રકાશકોના પુસ્તકોનો જ ઉપયોગ કરી કમિશન મેળવતા હોય છે. પુસ્તકો અને સ્ટેશનરીની સાથે ડ્રેસ અને સૂઝનું પણ આવી જ રીતે ચોકકસ દુકાનોમાંથી ખરીદી કરવાનું જણાવવામાં આવે છે. ખરેખર આવી શાળાઓ માટે આર ટી ઈ એકટ 2009 ની કલમ 17 અન્વયે પહેલીવાર 10 હજાર રૂપિયાનો દંડ અને ત્યારબાદ અનિયમિતતા દીઠ રૂા.25 હજારનો દંડ અને જો સતત પાંચ વખત અનિયમિતતા કરે તો માન્યતા રદ્દ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ તથા એનએસયુઆઈ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા અને ઉત્તર વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ જેઠવા તથા વિરોધ પક્ષ નેતા આનંદ રાઠોડ તેમજ દિગુભા જાડેજા, કોર્પોરેટર જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, ધવલ નંદા, નુરમામદ પલેજા અને સારાહબેન મકવાણા, ચિરાગ ઝીંઝુવાડિયા, જીગર રાવલ, આમિર મલેક, રાકેશ કણઝારિયા, દિલાવરસિંહ સરવૈયા, આશિફ મોડા, તારીક ખુરેશી, રવિરાજસિંહ ગોહિલ, સંજય કાંબરીયા, અક્ષય માડમ, પરિક્ષીતસિંહ જાડેજા, ભાવિન સોલંકી, તુષાર સોલાણી, જયરાજ જાડેજા, સત્યજીતસિંહ રાઠોડ, શ્રેય ખીરસરિયા, આર્યન ઠાકરિયા, આકાશ બારોટ, ભવ્ય ભેડા, આદિત્યસિંહ ઝાલા, તુષાર થોભાણી, ભારદ્વાજ મહેતા, સાગર ખેતિયા સહિતનાએ આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી આવી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular