દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના તાલુકાના ચાચલાણા ગામનો વતની યુવાને તેના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી. કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામમાં રહેતાં વૃધ્ધાને ઝેરી સાંપ કરડી જતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામના મૂળ રહીશ અને હાલ રાણાવાવ ખાતે રહેતા વિજયભાઈ નાનજીભાઈ વાઘેલા નામના 22 વર્ષના યુવાને ગત તારીખ 8 ના રોજ સાંજના સમયે પોતાના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ અંગેની જાણ મૃતકના પત્ની સંગીતાબેન વિજયભાઈ વાઘેલાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
બીજો બનાવ, કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે રહેતા કડવીબેન ભોલાભાઈ ડુવા નામના 60 વર્ષના વૃદ્ધ મહિલાને તા. 8 ના રોજ ઝેરી સાપએ કરડી જતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર માલદેભાઈ ડુવાએ સ્થાનિક પોલીસને કરી છે.
ચાચલાણા ગામે યુવાનની ગળાફાંસો ખાઈ આત્મહત્યા
આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ : નાવદ્રામાં રહેતાં વૃધ્ધાનું સાપ કરડી જતાં મોત : પોલીસ દ્વારા કાર્યવાહી