Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરનબળી આર્થિક પરિસ્થિતિથી કંટાળી શ્રમિક યુવાને જિંદગી ટૂંકાવી

નબળી આર્થિક પરિસ્થિતિથી કંટાળી શ્રમિક યુવાને જિંદગી ટૂંકાવી

છૂટક મજુરીમાં ઘરનું પૂરુ ન થવાથી પગલું ભર્યું : બાવળની ઝાડમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા : નવાગામ ઘેડમાં નિંદ્રાધિન વૃધ્ધાનું મૃત્યુ

- Advertisement -

જામજોધપુર તાલુકાના પરડવા ગામની સીમમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા યુવાનના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને ઘરનું પૂરુ થઇ શકતું ન હોવાથી બાવળની ઝાડની ડાળીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગરના નવાગામ ઘેડમાં રહેતા વૃદ્ધા નિંદ્રાધિન હાલતમાં બેશુધ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના ખેળાના વતની અને હાલ જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતો દિવાનભઈ થાવરિયા મેળા (ઉ.વ.26) નામનો યુવાન છૂટક મજૂરી કામ કરતો હતો અને ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ઘરનું રોજગાન ચલાવવું મુશ્કેલ પડતું હતું અને મજૂરીકામમાં ઘરનું પૂરુ થતું ન હોવાથી જિંદગીથી કંટાળીને રવિવારે સવારના સમયે પરડવાથી અમરાપર જવાના માર્ગ પર લડાસીમ વિસ્તારમાં આવેલા સરકારી ખરાબામાં બાવળની ઝાડની ડાળીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી જઇ ગયો હતો અને મૃતકની ઓળખ મેળવી તેમના પરિવારજનોને જાણ કરી હતી. બાદમાં મૃતકના પત્ની રેખાબેનના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા માણેકબેન પ્રેમજીભાઈ પરમાર (ઉ.વ.98) નામના વૃધ્ધા ગત શનિવારે રાત્રિના સમયે તેના ઘરે નિંદ્રાધિન થયા હતાં ત્યારબાદ રવિવારે સવારના સમયે તેની પુત્રી રમાબેન ઉઠાડતા નહીં ઉઠતા બેશુદ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે એએસઆઇ એમ.પી. ગોરાણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular