જામનગર શહેરના નવાગામઘેડ ગાયત્રીચોક વિસ્તારમાં રહેતા અને નોકરી કરતાં કુંભાર યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ જામનગરના નવાગામઘેડમાં આવેલા ગાયત્રી ચોકમાં રહેતા અને નોકરી કરતાં જતીન કરશનભાઇ ગોહિલ (ઉ.વ.32) નામના યુવાને શુક્રવારે સાંજના સમયે તેના ઘરે અગમ્યકારણોસર રુમમાં લગાવેલા પંખામાં દુપટ્ટા વડે ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની અશ્ર્વિનભાઇ દ્વારા જાણ કરાતાં પીએસઆઇ આર.પી. અસારી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


