કલ્યાણપુર નજીક બાઈક આડે કૂતરુ આડુ ઉતરતા 20 વર્ષના યુવાનનું મોટરસાઈકલ સ્લીપ થતા ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતો પ્રકાશભાઈ મેસાભાઈ કંડોરીયા નામનો 20 વર્ષનો યુવાન મંગળવારે બપોરના સમયે ભોગાત ગામ નજીકના પુલિયા પાસેથી પોતાનું મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે આ માર્ગ પર બાઈક આડે કૂતરું ઉતરતા આ કૂતરાને બચાવવા જતા મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. જેના કારણે બાઇક ચાલક પ્રકાશભાઈ કંડોરીયાને ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના મોટાભાઈ ભીખુભાઈ કંડોરીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.