Tuesday, September 17, 2024
Homeરાજ્યહાલારપીઠડ ગામમાં ખેતમજૂર યુવકનો ઝેરી દવા પી આપઘાત

પીઠડ ગામમાં ખેતમજૂર યુવકનો ઝેરી દવા પી આપઘાત

ત્રણ દિવસ પહેલાં મધ્યરાત્રિના સમયે દવા ગટગટાવી : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કારણ જાણવા જીણવટભરી તપાસ

- Advertisement -

જોડિયા તાલુકાના પીઠડ ગામના સીમ વિસ્તારમાં ખેતરમાં મજૂરી કામ કરતા યુવકે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના પીઠડ ગામની સીમ વિસ્તારમાં આવેલા અશોકસિંહ જાડેજાના ખેતરમાં ભાગમાં રાખેલ વાડીએ મજૂરી કામ કરતા વિજયભાઈ સમરુભાઇ કલશીયા (ઉ.વ.20) નામના યુવકે ગત તા. 3 ના રોજ મધ્યરાત્રિના સમયે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મંગળવારે બપોરના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ રાજુ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી શ્રમિકે કયા કારણોસર આપઘાત કર્યો ? તે અંગેની જીવણટભરી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular