જામનગરના આંગણે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા પૂ.રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ ભાગવતાચાર્ય પૂ.રમેશભાઇ ઓઝાએ પત્રકારો સાથે સંવાદ કર્યો હતો. તેમજ આ ભાગવત સપ્તાહ દરમ્યાન વિવિધ વિભાગોમાં સેવા આપતાં 2000 જેટલાં સ્વંયસેવકોને આર્શીવચન પાઠવી તેમની સેવાને બિરદાવી હતી. આ તકે ભાગવત સપ્તાહના યજમાન ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, સ્ટે. કમીટી ચેરમેન મનીષભાઇ કટારીયા તેમજ વિવિધ વોર્ડના કોર્પોરેટરો, ભાજપના અગ્રણીઓ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
પૂજય રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે, વર્ષો પૂર્વ કથાઓ લખાયા બાદ તેમાં ફેરફાર ખુબ ઓછાં થયા છે. અગાઉ એવું કહેવાતું કે, કથા કોણ વાંચવાનું છે. લખાણી એવી વંચાણી એવું હવે નથી રહ્યું. હવે વાંચવામાંથી વિચારવાનું આવ્યું છે. કથાનું જીવન સાથે જોડીને જોવાની શરૂઆત થઇ છે. ભાગવત સપ્તાહનું આયોજન હોય એટલે સમય, શકિત અને સેંકડો કાર્યકરોની મહેનત હોઇ છે. જે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. આથી આ ઇન્વેસ્ટમેન્ટ(કથા) થકી જીવનના સળગતા પ્રશ્ર્નોનું સમાધાન મળવું જોઇએ. આજે માણસએ માણસ સાથે રહેવાનું શીખવું પડશે. સંબધોમાં આવતી ખટાશનું રિપેરીંગ કામ કથાના માધ્યમ થકી થાય છે. કોઇ પણ ભાવથી માણસ કથા સાંભણે તો જીવનના પ્રશ્ર્નોના ઉધ્ધાર સાથે જીવન ચરીત્ર થાય છે.
તેમાં વધુમાં જણાવ્યું હતું કે, જીદંગી એક પ્રકારની ભુલભુલામણી છે. એમાંથી બહાર નીકળવા કથા મદદરૂપ માધ્યમ બને છે. ધર્મ અને રાજનીતી વચ્ચે અનિવાર્ય પણે સંબંધ હોવો જોઇએ. રાજનીતીમાં ધર્મ નહીં હોય તો, કચરો થશે. ધર્મ નિષ્ઠ પુરૂષને રાજસત્તા સોંપાઇ તો નેશન સ્પષ્ટ આવે છે. તેમજ ધર્મનિષ્ઠ પુરૂષની ફરજ છે કે, પ્રજાની સુખાકારી અને પ્રજાની રક્ષા કરે. રાજનીતિ અને ધર્મએ સિકકાની બે બાજુ છે. બંન્ને સાઇડની દિશા અલગ પરંતુ લક્ષ્ય એક જ હોવું જોઇએ પ્રજાનું કલ્યાણ અને પ્રજાની સુખાકારી ધર્મમાં રાજનીતિ ન હોવી જોઇએ. રાજનીતિમાં ધર્મ હોવો જોઇએ આજના સમયમાં બાળકોથી લઇ અનેક લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું છે. પરિક્ષા પહેલાં ખીલતી કળી જેવાં બાળકો આપઘાત કરી રહ્યા છે. બાળકો તેજસ્વી છે તેને સંભાળવા પડશે.
આજના સમયમાં જયારે યુવા વર્ગ વેદ મુકી વેબમાં વળ્યો છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે, ટેકનોલોજીનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરતાં આજની પેઢીને શીખવવું જરૂરી બન્યું છે. આજની યુવા પેઢી કે બાળકો બહારની દુનિયાથી કનેકટ થયો છે. જયારે ઘરનાથી ડિસકનેકટ થતાં જોવા મળે છે. વેદથી જુદા પડી વેબમાં ફસાયા છે. આજીવીકા માટે તેમજ કમાણી માટે નેટના ઉપયોગ કરાઇ પરંતુ પરિવાર, સંત્સંગમાં પણ ધ્યાન આપવું આવશ્યક છે. નેટમાં ફસાવ નહીં તે પણ જરૂરી છે.