ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામે રહેતા મહાવીરભાઈ જગદીશભાઈ મેટલીયાના શેઠ સાથે ભેંસોના લે-વેચના ધંધા બાબતે મન દુ:ખનો ખાર રાખી, આ જ ગામના લાલભાઈ બચુભાઈ, સુરેશ બચુભાઈ, ભુરા લાલભાઈ અને ભરત લાલભાઈ નામના ચાર શખ્સોએ લોખંડના ધારીયા વડે બેફામ માર મારી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસ દ્વારા ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.