જામનગર શહેરમાં સરૂ સેકશન રોડ પર આવેલા જૂના બિલ્ડીંગમાં લિફ્ટ બાંધવાનું કામ કરતાં યુવાનને વીજશોક લાગતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં સરૂ સેકશન રોડ પર આવેલા જૂના બાંધકામ સાઇટ પર લિફ્ટ બાંધવાનું કામ ચાલી રહ્યું હતું. આ કામગીરી કરતાં સમયે યોગેશ બીજલભાઇ રાઠોડ નામના યુવાનને વીજશોક લાગતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


