Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરપત્રકાર ગીરીશભાઈ ગણાત્રાના યુવાન પુત્રનું અકસ્માતમાં મૃત્યુ

પત્રકાર ગીરીશભાઈ ગણાત્રાના યુવાન પુત્રનું અકસ્માતમાં મૃત્યુ

ખંભાળિયા માર્ગ પર એરપોર્ટ નજીક બે બાઈક સામ-સામે અથડાતા અકસ્માત : ગુંજન ગણાત્રાનું માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મૃત્યુ

- Advertisement -

જામનગરના વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાના મોટા પુત્ર ગુંજનભાઈ (ઉ.વ.30) નું બાઇક અને સામેથી આવતી બાઈક જામનગર-ખંભાળિયા હાઈ-વે પર અથડાતા થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજતા ગણાત્રા પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

- Advertisement -

આ અકસ્માતના બનાવની વિગત મુજબ, ગુંજનના બહેન વિભાબેન ભાયાણીની પુત્રી અર્થાત ગુંજનની ભાણેજનો જન્મ દિવસ હોવાથી ભાયાણી પરિવાર દ્વારા પારિવારિક રીતે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સાત કિ.મી. દૂર હોટલ રજવાડુમાં બર્થ ડે પાર્ટી રાખવામાં આવી હતી. ગુંજન અને ભાયાણી પરિવાર રાત્રે 11 વાગ્યા આસપાસ હોટલ રજવાડુથી જન્મ દિવસની પાર્ટીની ખુશાલી ઉજવી જામનગર ઘરે પરત આવવા નીકળ્યા હતાં. ગુંજન તેના બાઈક પર રજવાડુથી જામનગર પરત આવી રહ્યો હતો ત્યારે જામનગરથી બેડ ટોલ નાકા ઉપર નોકરી કરતા અને બેડ તરફ બાઈક ઉપર પૂરપાટ વેગે જતા યુવાનના બાઈક સાથે ધડાકાભેર અથડાતા બન્ને બાઈક પરથી ફેંકાઇ ગયા હતાં. જેમાં ગુંજનને માથામાં ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે સામેવાળા યુવાનને ઈજા થતા તેને જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ ઘટનાની જાણ થતા જ ગીરીશભાઇ તથા સુભાષભાઈ ભાયાણી ઘટના સ્થળે દોડી ગયા હતાં અને મૃતદેહની ઓળખ કરી હતી. ત્યારપછી ગુંજનના મૃતદેહને જી.જી.હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને પીએમ વિધિ પત્ય પછી ગીરીશભાઇના નિવાસસ્થાન ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાંથી તેની અંતિમ યાત્રા નિકળી હતી.

- Advertisement -

ગિરીશભાઈના નવયુવાન દીકરાના અકાળે અવસાનના સમાચાર જાણી સમગ્ર રઘુવંશી સમાજમાં તેમજ પત્રકાર આલામમાં ઘેરા શોક અને આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. ગુંજન ગણાત્રા ગાંધીનગર સ્થિત એક ખાનગી અમેરિકન કંપનીમાં સર્વિસ કરતો હતો અને શનિ-રવિની રજા હોવાથી તથા ભાણેજના જન્મદિવસના કારણે જામનગર આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular