Friday, January 16, 2026
Homeરાજ્યહાલારકૃષ્ણોત્સવ દરમ્યાન યુવાન આયોજક ઉપર હુમલો કરી સોનાના ચેઇનની ચીલઝડપ

કૃષ્ણોત્સવ દરમ્યાન યુવાન આયોજક ઉપર હુમલો કરી સોનાના ચેઇનની ચીલઝડપ

ધ્રોલ ગામમાં કૃષ્ણોત્સવ મટકીફોડ અને કેક કટીંગ દરમ્યાન ટ્રાન્સપોર્ટરએ ધક્કામુક્કી થતાં બહાર જવાનું કહી ત્રણ શખ્સોએ યુવાન ઉપર હથિયાર વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી સાડા ચાર તોલાનો સોનાનો ચેઇન ખેંચી લીધાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ધ્રોલ ગામમાં ભરવાડ શેરીમાં રહેતાં ટ્રાન્સપોર્ટર જયદીપભાઇ પુનાભાઇ વરૂ તથા અન્ય સભ્યોના મચ્છો મિત્રમંડળ દ્વારા તા. 16ના મદ્યરાત્રિના ગાંધીચોક વિસ્તારમાં શ્રી કૃષ્ણોત્સવ મટકીફોડ અને કેક કટીંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન જયદીપભાઇને કાલા ઘેરા વરૂએ ભીડમાં થતી ધક્કામુક્કીના કારણે બહાર જવાનું કહી ધમકાવી, બોલાચાલી કરી હતી. કારા વરૂ તથા બે અજાણ્યા શખ્સોએ જયદીપભાઇને બહાર ખેંચી લઇ જઇ માથામાં કોઇ હથિયાર કે બોથડ પદાર્થ વડે ઘા મારી ઇજા પહોંચાડી, ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ ત્રણેય શખ્સોએ યુવાને પહેરેલો સાડા ચાર તોલાનો સોનાનો ચેઇન ખેંચી નાશી ગયા હતા. હુમલો અને ચીલઝડપના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. એચ. ડી. સોઢિયા તથા સ્ટાફએ ત્રણ શખ્સો સામે હુમલો અને ચીલઝડપનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular