Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરકરોડો રૂપિયા નહીં આપવા પિતા અને બે પુત્રો દ્વારા યુવાનને ધમકી

કરોડો રૂપિયા નહીં આપવા પિતા અને બે પુત્રો દ્વારા યુવાનને ધમકી

અન્ય પાંચ શખ્સો દ્વારા વ્યાજની રકમની ઉઘરાણી માટે યુવાનની દબાણ આપી મરી જવા મજબુર કર્યો : દોઢ માસ પૂર્વે પટેલ યુવાનની ટે્રન હેઠળ ઝંપલાવી આત્મહત્યા : મૃતકની પત્ની દ્વારા આઠ શખ્સો વિરૂધ્ધ મરી જવા મજબુરની ફરિયાદ

- Advertisement -

જામનગર તાલુકાના કનસુમરા ફાટક નજીક સાંઢીયા પુલ પાસે રેલવે ટ્રેન હેઠળ દોઢ માસ અગાઉ પટેલ યુવાને કરેલ આત્મહત્યાના બનાવમાં મૃતકની પત્ની દ્વારા આઠ શખ્સો વિરૂધ્ધ સાત થી આઠ કરોડ રૂપિયા પરત નહીં આપવા માટે યુવાનને મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં હરિયા કોલેજ પાસે આવેલા કૈલાસનગર શેરી નં.4 માં રહેતાં જેન્તીભાઈ વલ્લભભાઈ સંઘાણી (ઉ.વ.46) નામના પટેલ યુવાને ગત તા.28 જાન્યુઆરીના રોજ સાંઢીયા પુલથી કનસુમરા ફાટક તરફ જતાં રેલવે ટ્રેક પર પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આ બનાવના દોઢ માસ બાદ મૃતકની પત્ની ગીતાબેન સંઘાણી દ્વારા પંચ બી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ સ્વસ્તિક સોસાયટીમાં રહેતાં કૌશિક દેવીદાસ પારેખ (કે.ડી.પારેખ) પાસે આશરે સાત થી આઠ કરોડ રૂપિયા જેન્તીભાઇ માંગતા હતાં અને માતબર રકમ નહીં ચૂકવવા માટે જેન્તીભાઈને અવાર-નવાર દબાણ હેઠળ રાખી માનસિક ત્રાસ આપી વાયદાઓ આપતા હતાં. તેમજ કૌશિકના પુત્ર ચિરાગ અને દર્શક દ્વારા અવાર-નવાર ધમકી આપતા હતાં તેમજ રમેશ માધવજી મોલિયા, શૈલેષ છગન સભાયા, મહેન્દ્રસિંહ બી. ચાવડા અને કિર્તીસિંહ કે. જાડેજા નામના ચાર શખ્સો દ્વારા મૃતક જેન્તીભાઈને ઉચ્ચા વ્યાજે રકમ આપી અને તેની રકમ આપી દીધા હોવા છતાં વ્યાજ સહિતની પઠાણી ઉઘરાણી કરતાં હતાં.

તેમજ શૈલેષ છગન સભાયા નામના શખ્સે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મૃતક જેન્તીભાઈની ખેતીની જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો. ઉપરાંત કિરીટ સોની નામના શખ્સે મરણજનારના ઘરના સોનાના દાગીના ઉંચા વ્યાજે રાખીને રૂપિયાની ઉઘરાણી માટે ધાક-ધમકી આપતો હતો. આમ કૌશિક દેવીદાસ પારેખ (કે.ડી.પારેખ) (રહે. જામનગર), ચિરાગ કૌશિક પારેખ, દર્શક કૌશિક પારેખ (રહે. અમદાવાદ) નામના પિતા અને બે પુત્રો સહિતના ત્રણ શખ્સોએ જંગી રકમ ન આપવા માટે ધમકીઓ આપી હતી. જ્યારે રમેશ માધવજી મોલિયા, શૈલેષ છગન સભાયા, મહેન્દ્રસિંહ બી. ચાવડા અને કિર્તીસિંહ કે. જાડેજા તથા કિરીટ સોની સહિતના શખ્સોએ મૃતક જેન્તીભાઈને રૂપિયાની ઉઘરાણી માટે ધાક-ધમકી અને દબાણ કરી માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કરતાં જેન્તીભાઈ વલ્લભભાઈ સંઘાણી નામના યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આ પ્રકરણમાં મૃતકની પત્નીએ કૌશિક દેવીદાસ પારેખ સહિતના આઠ શખ્સો વિરૂધ્ધ તેના પતિ જેન્તીભાઇને મરી જવા મજબુર કર્યાની નોંધાવેલી ફરિયાદના આધારે પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફે મરી જવા મજબુર કર્યાની તથા લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular