Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરના ચંગા નજીક બાઇકસવારે હડફેટ લેતાં યુવાનનું મોત

જામનગરના ચંગા નજીક બાઇકસવારે હડફેટ લેતાં યુવાનનું મોત

સાંજના સમયે અકસ્માતમાં યુવાન ઘવાયો : સારવાર દરમ્યાન મૃત્યુ :પોલીસ દ્વારા બાઇકસવાર વિરૂધ્ધ કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના ચંગા ગામના પાટીયા પાસેથી પૂર ઝડપે બેફિકરાઇથી આવતાં બાઇક સવારે યુવાનને ઠોકર મારી હડફેટ લેતાં ઘટના સ્થળે મોત નિપજયું હતું. અકસ્માતબાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી.

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ચંગા ગામના પાટીયા નજીક ગત તારીખ 20 સપ્ટેમબરના રોજ સાંજના સમયે ચાલીને જતાં અજય દિલિપ ગોદડિયા નામના યુવાનને પાછળથી પુર ઝડપે બેફિકરાઇથી લાલપુર તરફથી આવતી એમ.એચ 04 ઇવી 779 નંબરના બાઇક સવારે ઠોકર મારી હડફેટ લેતાં યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજા ગ્રસ્ત યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. જેના આધારે પીએસઆઇ સી.એમ.કાટેલિયા તથા સ્ટાફે મૃતકના પીતા દિલિપભાઇના નિવેદનના આધારે કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular