જામનગર શહેરમાં બેડેશ્વર સાંઢીયા પુલ પાસેથી ટ્રકને ઓવરટેક કરી પૂરઝડપે આવતી કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા પાછળ બેસેલા યુવકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના મચ્છરનગર પાછળ આવેલા પુનિતનગર શેરી નં.3 માં રહેતાં જયરાજસિંહ જાડેજા અને જયપાલસિંહ બન્ને ગુરૂવારે રાત્રિના સમયે તેના જીજે-10-સીઆર-3822 નંબરના બાઈક પર બેડેશ્વરસાંઢીયા પુલ પાસેથી પસાર થતા હતાં તે સમયે ટ્રકને ઓવરટેક કરી પૂરઝડપે બેફીકરાઇથી આવતી સ્વીફટ કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માતમાં બાઈક પાછળ બેસેલ જયપાલસિંહ ફંગોળાઈને નીચે પડતા શરીરે અને છાતીમાં ગંભીર ઈજા પહોંચી હતી તેમજ ચાલક જયરાજસિંહને નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતમાં ઘવાયેલ જયપાલસિંહનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે જયરાજસિંહ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.કે. જાદવ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બેડેશ્વર પુલ નજીક કારે હડફેટે લેતા બાઈક પાછળ બેસેલા યુવકનું મોત
ગુરૂવારે રાત્રિના સમયે અકસ્માત: કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી