જામનગરમાં શક્તિ સોસાયટીમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.
આ અંગેની વિગત મુજબ જામનગરના શક્તિ સોસાયટી શેરી નંબર 5 અને 6ની વચ્ચે રહેતા રવિભારથી ભગવાનભારથી ગોસ્વામી નામના 32 વર્ષના યુવાનએ ગત્ તા. 29 મેના રોજ પોતાના ઘરે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે મૃતકના પિતા ભગવાનભારથી ગોસ્વામી દ્વારા પોલીસને જાણ કરાતાં સિટી ‘સી’ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. મૃતદેહનો કબ્જો સંભાળી, પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે સિટી ‘સી’ ના પીએસઆઇ એન. એમ. ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.


