Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી બેડીનો યુવાન લાપતા

જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી બેડીનો યુવાન લાપતા

- Advertisement -

જામનગરના બેડીમાં ચાંદની ચોક વિસ્તારમાં રહેતો અને મજૂરીકામ કરતો યુવાન વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ઘરેથી ચાલ્યો ગયો હતો. આ અંગે યુવાનની પત્ની દ્વારા જિલ્લા પોલીસવડાને લેખિત અરજી કરી વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર શહેર નજીક આવેલા બેડીમાં ચાંદની ચોક વિસ્તારમાં રહેતો ઈસાક અલ્લારખા કકલ નામનો યુવાન મજૂરી કામ કરતો હતો અને લોકડાઉન દરમિયાન નબળી આર્થિક પરિસ્થિતિને કારણે વ્યાજખોરો પાસેથી રકમ વ્યાજે લીધી હતી તેમજ લોકડાઉન બાદ ઈસાકે વ્યાજખોરોને વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરો દ્વારા યુવાનને ફોન ઉપર અવાર-નવાર ધાકધમકી આપવામાં આવતી હતી અને રૂબરૂ પણ રસ્તામાં આંતરીને ધમકી આપતા હતાં. સતત ચિંતામાં રહેતાં યુવાને આઠ માસ પહેલાં દિવાલમાં માથા પછાડીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.

ત્યારબાદ પણ ઈસાક સતત વ્યાજખોરોના ત્રાસના કારણે ચિંતામાં રહેતો હતો અને મજૂરીકામે જતાં સમયે પણ સતત ભયમાં રહેતો હતો. દરમિયાન ઈસાક છેલ્લાં ચાર દિવસ પહેલાં ઘરેથી કોઇને કહ્યા વગર કયાંક ચાલ્યો ગયો છે અને રાત સુધી મજૂરી કામેથી પરત ન ફરતા તેની પત્ની રુકિયાબેન કકલ દ્વારા તેમના મિત્ર-વર્તુળો અને પરિવારજનોમાં તથા મજૂરીકામેના સ્થળે પણ તપાસ કરવામાં આવી હતી તેમ છતાં યુવાનનો કયાંય પતો લાગ્યો ન હતો. જેથી આખરે કંટાળીને જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની લેખિત અરજી કરી લાપત્તા થયેલા પતિની શોધખોળ અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular