ઓખાના ભંગ વિસ્તારમાં રહેતા રણજીત હઠીયાભા માણેક નામના 44 વર્ષના યુવાને ગત તા.17 ના રોજ પોતાના બનેવીને વરવાળા ગામે આવેલી વાડી ખાતે જઈ, અને પાણીની કુંડી પાસે પડેલી પાકમાં છાંટવાની ઝેરી દવા કોઈ અગમ્ય કારણોસર પી લેતા તેમને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે દ્વારકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.