એક દુ:ખદ વિમાન દુર્ઘટનામાં શહીદ થયેલા દેશના જનરલ બિપીન રાવત ને પ્રજાસત્તાક પર્વે શ્રદ્ધાંજલિ અર્પવા 2.5 બાય 3 ફૂટની ચિરોડીના રંગોથી તેમની રંગોળી બનાવવામાં આવી છે. 18 કલાકની જહેમતથી જનરલની આબેહુબ તસ્વીરને રંગોળીમાં કંડોરી છે. જામનગરનો આ યુવા કલાકાર 2003 થી આવી અનેક કલાકૃતિ બનાવી લોકો સમક્ષ રજૂ કરી રહ્યો છે. તેમજ શહેરમાં વોલ પેન્ટીંગ સહિતના અનેક પ્રકારના ચિત્રો દ્વારા દેશના રાષ્ટ્રીયઅને ધાર્મિકપર્વ લોકોમાં જનજાગૃતિ લાવવા પ્રયાસ કરે છે… ગત વરસે સ્વાતંત્ર્ય દિને ભારતના ઓલમ્પિક વિજેતાઓની વિશાળ રંગોળી રજૂ કરી હતી. (તસવીર : વિશ્વાસ ઠક્કર)