Monday, January 12, 2026
Homeરાજ્યહાલારપત્ની સાથે બોલાચાલીનું મનમાં લાગી આવતાં યુવાને ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

પત્ની સાથે બોલાચાલીનું મનમાં લાગી આવતાં યુવાને ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

ધ્રોલમાં રહેતા યુવાને પોતાના ઘરે આપઘાત કર્યો : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ

ધ્રોલમાં યુવાન અને તેના પત્ની વચ્ચે ઘણાં દિવસથી બોલાચાલી થતી હોય, જેનું મનમાં લાગી આવતાં ગૂમસૂમ રહેતાં હોય, પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકામાં જૂની તાલુકા પંચાયત પાછળ, ગોદડિયાવાસમાં રહેતાં કમલેશભાઇ નાનજીભાઇ ગોદારિયા નામના 30 વર્ષના યુવાનને તેના પત્ની સાથે ઘણાં દિવસોથી નાની નાની વાતોમાં બોલાચાલી થતી હોય, જેથી ગૂમસૂમ રહેતાં હોય જેનું મનમાં લાગી આવતાં ગઇકાલે સવારના સમયે પોતાના ઘરે લાકડાંની આડી સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે મૃતકના મોટાભાઇ મહેશભાઇ દ્વારા પોલીસને જાણ થતાં ધ્રોલ પોલીસના હે.કો. ડી. પી. વઘોરા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular