Friday, December 26, 2025
Homeરાજ્યજામનગરલોખંડનો સળિયો ઇલેકટ્રીક ઝોનમાં આવી જતાં વીજશોકથી યુવાનનું મોત

લોખંડનો સળિયો ઇલેકટ્રીક ઝોનમાં આવી જતાં વીજશોકથી યુવાનનું મોત

જામનગર શહેરમાં આવેલી વિશાલ હોટલ સામે 40 ફુટના ટેઇલરમાં લોખંડના સળિયા ભરવાનું કામ કરતાં યુવાનના હાથમાં રહેલો સળિયો ઇલેકટ્રીક ઝોનમાં આવી જતાં વીજશોકથી મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં હોટલ વિશાલ સામે આવેલી શિવધામ રેસિડેન્સીમાં ગત્ તા. 11ના રોજ રાત્રિના સમયે 40 ફુટના ટેઇલરમાં લોખંડના સળિયા ભરવાનું કામ ચાલતું હતુું. દરમ્યાન 35 વર્ષનો શ્રમિક યુવાન સળિયા ભરતો હતો ત્યારે ઉપરથી પસાર થતાં 66કે.વી.ઇલેકટ્રીક ઝોનમાં લોખંડનો સળિયો અડકી જતાં વીજશોક લાગતાં બેશુદ્ધ થઇ ગયેલા શ્રમિક યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે વેપારી વિપુલભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ ટી. કે. ચાવડા તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા સહિતની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular