જામનગરના ખોજાબેરાજા ગામે વાડીમાં ચકકર આવતાં પડી જતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જયાં તબીબોએ તેમનું મૃત્યુ નિપજયાનું જાહેર કર્યું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના ખોજાબેરાજા ગામે વાડીની ઓરડી પાસે ધનશ્યામભાઇ દામજીભાઇ સંઘાણી(ઉ.વ.44) નામના યુવાનને શનિવારના રોજ ચકકર આવતાં પડી ગયા હતાં. જેમને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જયાં સારવાર દરમ્યાન આજરોજ સવારે તબીબોએ તેમનું મૃત્યુ નિપજયાનું જાહેર કર્યું હતું. આ અંગે મહેશભાઇ સંઘાણીએ પોલીસને જાણ કરતાં પંચ-બી ડિવિઝનના એએસઆઇ એમ.એલ.જાડેજાએ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.