લાલપુર તાલુકાના મેઘનું ગામમાં રહેતા યુવાનને તારીખ 9 જાન્યુઆરી ના રોજ છાતીમાં દુ:ખાવો થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મેઘનું ગામમાં રહેતા રઘુલાલ કાન્તીરામ (ઉ.વ.35) નામના યુવાનને તારીખ 9 ના રોજ છાતીમાં દુ:ખાવો થતા સારવાર માટે 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યાનું તબીબે જાહેર કર્યુ હતું. જેના આધારે હેકો જે.ડી.જેઠવા તથા સ્ટાફે મૃતકના પત્ની નિર્મલાબેનના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.