Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ટ્રેન હેઠળ આવી જતાં યુવાનનું મોત

જામનગરમાં ટ્રેન હેઠળ આવી જતાં યુવાનનું મોત

પોલીસ દ્વારા અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ

- Advertisement -

જામનગર શહેરના વિજયનગર ફાટક પાસેથી પસાર થતી ટ્રેન હેઠળ આવીને કપાઈ જતા યુવાનનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. આ અંગેની વિગત મુજબ, જામનગર નજીક આવેલા વિજયનગર ફાટક પાસે સોમવારે મધ્યરાત્રિના સમયે રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ આવી જતાં અજાણ્યા યુવાનનું કપાઈ જતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની શકિલહુશેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.એલ. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular